ઓક્ટોબર 24, 2026 8:08 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિવિલ મેડિસિટી પરિસરમાં 223 કરોડ રૂપિયાના ખર્ચે ચેતાવિજ્ઞાન સંસ્થા અને સંશોધન કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિવિલ મેડિસિટી પરિસરમાં અંદાજે 223 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારા ચેતાવિજ્ઞાન સંસ્થા અને સંશોધન કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું. આ નવું કેન્દ્ર શરૂ થવાથી મગજ અને કરોડરજ્જુ સંબંધિત ગંભીર રોગની સારવાર જરૂરિયાતમંદ દર્દીઓને એક જ છત નીચે શ્રેષ્ઠ અને વાજબી દરે મળશે. આ પ્રસંગે શ્રી પટેલે રાજ્યભરમાં આરોગ્ય ક્ષેત્રના અંદાજે 255 વિકાસકાર્યોનું લોકાર્પણ અને 45 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું.

આ ઉપરાંત શ્રી પટેલે સંપૂર્ણપણે ભારતમાં વિકસાવાયેલી મંત્રમ્ ટેલી-રોબોટિક સર્જરી બસનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે દરેક નાગરિકને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને સરળ સારવાર મળે તે સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવ્યુ.