ઓક્ટોબર 25, 2026 2:59 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી ‘રાષ્ટ્રીય મોટરસાઇકલ રેલી’ને લીલીઝંડી આપી

રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ’ના ઉપલક્ષ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી ‘રાષ્ટ્રીય મોટરસાઇકલ રેલી’ને લીલીઝંડી આપી.

ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ના સંદેશ સાથે યોજાયેલી આ રેલીમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રીય હથિયારી પોલીસ દળના બાઇકર્સ સહભાગી થયા.

આ અંગે વધુ માહિતી આપતા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું કે દેશભરમાંથી આવેલી વિવિધ ટીમો આજે કેવડિયા પહોંચશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 21 ઓક્ટોબરે નવી દિલ્હીથી નોર્થ ઝોનની આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું.