ઓક્ટોબર 18, 2026 4:21 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કુડાસણ નજીક નવીન ‘નિરાયા હોસ્પિટલ’નું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કુડાસણ નજીક નવીન
‘નિરાયા હોસ્પિટલ’નું લોકાર્પણ કર્યું. આ હોસ્પિટલમાં આધુનિક સારવાર
ગાંધીનગરમાં જ ઉપલબ્ધ થશે. ગેસ્ટ્રો અને ઈ.એન.ટી.ના રોગોની
આધુનિક સારવાર ગાંધીનગરમાં જ ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક મેડિકલ
સાધનો અને સુવિધાઓનું નિરીક્ષણ કરી તબીબો અને તેમની ટીમને
અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રિટાબેન પટેલ આરોગ્ય
ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.