ઓક્ટોબર 17, 2026 3:45 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદામાં એકતાનગર ખાતે એકતા પ્રકાશપર્વનો શુભારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદામાં એકતાનગર ખાતે એકતા પ્રકાશપર્વનો શુભારંભ કરાવશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151-મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આગામી 15 જાન્યુઆરી 2027 સુધી પ્રકાશપર્વની ઉજવણી કરાશે. આ દરમિયાન એકતાનગરનો 7.6 કિલોમીટરનો વિસ્તાર વિવિધ થીમ આધારિત લાઈટિંગથી ઝળહળી ઉઠશે.