ઓક્ટોબર 24, 2026 3:26 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યમાં 255 આરોગ્ય સંસ્થાઓનું લોકાર્પણ કરાયું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, છેવાડાના ગામો સુધી ઉત્તમ આરોગ્ય સેવા મળે તે ધ્યેયને આગળ ધપાવતા રાજ્યમાં આજે 255 આરોગ્ય સંસ્થાઓનું લોકાર્પણ કરાયું. અમદાવાદમાં ચેતાવિજ્ઞાન સંસ્થા અને સંશોધન કેન્દ્રના ભૂમિપૂજન તથા વિવિધ આરોગ્ય સંસ્થાઓના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી પટેલે કહ્યું, વર્તમાન જીવનશૈલીના કારણે વધી રહેલા રોગની સારવાર માટે આ સંસ્થાઓ મદદરૂપ થશે.

આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતર-રાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે દિલ્હીના ઉપરાજ્યપાલ તરણજીત સિંહ સંધુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે શ્રી પટેલે કહ્યું, વાંચે ગુજરાતના સંકલ્પને સાકાર કરતા જ્ઞાનનો આ મહોત્સવ આગામી પહેલી નવેમ્બર સુધી યોજાશે. તેમણે પુસ્તકો સાથેના જોડાણને સમાજ અને યુવાનોના બૌદ્ધિક વિકાસનું સૌથી સશક્ત માધ્યમ ગણાવ્યું. જ્ઞાન આધારિત વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં આવા આયોજન અત્યંત મહત્વના છે તેમ પણ શ્રી પટેલે વધુમાં ઉમેર્યું. તેમણે તમામ નાગરિકોને સહપરિવાર જ્ઞાનકુંભમાં આવવા અને વાંચનના આ ઉત્સવનો આનંદ લેવા અપીલ કરી.