ઓક્ટોબર 25, 2026 3:01 પી એમ(PM)

printer

મુખ્યમંત્રીએ સુરતમાં 125 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ‘ઇસ્કોન વરાછા મંદિર’નું ભૂમિપૂજન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતના કોસમાડા ખાતે 125 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ‘ઇસ્કોન વરાછા મંદિર’નું ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે તેમણે ઇસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું અને નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી. તેમણે જણાવ્યું હતું કે શ્રીમદ્ ભગવદ્ ગીતા 18 અધ્યાયો અને ઉમદા જીવનદર્શન દ્વારા માનવ જીવનને નવી રાહ ચીંધે છે.

તેમણે ભક્તિને માત્ર પૂજા સુધી સીમિત ન રાખતા માનવ સેવા અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા આહ્વાન કર્યું હતું. આ સંસ્થા ભવિષ્યમાં આધ્યાત્મિક જ્ઞાન, યુવા સશક્તિકરણ, સાંસ્કૃતિક જાગૃતિ અને માનવ સેવાનું સર્વોત્તમ કેન્દ્ર બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.