ઓક્ટોબર 20, 2026 3:22 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન પર્વે તેમના નિવાસસ્થાને શસ્ત્રપૂજન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન પર્વે તેમના નિવાસસ્થાને શસ્ત્રપૂજન કર્યું હતું. તેમણે પોતાની સુરક્ષા-સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું અને તમામ સુરક્ષાકર્મીઓને વિજયાદશમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા મોડાસાના પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસકર્મીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવીને પ્રજાની સુરક્ષા માટે સદૈવ તત્પર રહેવા અપીલ કરી હતી.

દમણના પોલીસ મુખ્યાલય ખાતે પણ દિવના ડી આઈ જી સંતોષ મીણા સહિતના અધિકારીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું. આ પ્રસંગે પોલીસ વિભાગના શસ્ત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં ઉપસ્થિત બાળકોને શસ્ત્રોની  માહિતી આપવામાં આવી હતી.