મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ તથા કાપડ મંત્રાલય દ્વારા આયોજિત છાપ પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો. મહાનગરપાલિકા અને નૅશનલ બૂક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત પુસ્તક મેળાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું, આ મહોત્સવ જ્ઞાન, સાહિત્ય અને સંસ્કૃતિના આદાનપ્રદાનને નવી દિશા આપશે. સાથે જ તેમણે નવી પેઢીને દેશના ઇતિહાસ, સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકો અને તેમના અમૂલ્ય યોગદાનથી પરિચિત કરાવવાની જરૂર હોવા પર ભાર આપ્યો.
આ પ્રસંગે દિલ્હીના ઉપરાજ્યપાલ સરદાર તરણજિતસિંહ સંધુ વિશેષ ઉપસ્થિત રહ્યા. દરમિયાન મહાનુભાવોના હસ્તે ગુરુદ્વારા સુધારણા ચળવળના પ્રણેતા અને સ્વાતંત્ર્ય વીર સરદાર તેજાસિંહ સમુંદરીના જીવન પર આધારિત પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન પણ કરાયું.
આ મેળામાં આ વર્ષે 700થી વધુ બૂકસ્ટૉલ અને 125થી વધુ અગ્રણી પ્રકાશકો જોડાયા છે. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ ઔડા વિસ્તારના વરિષ્ઠ નાગરિકોના પરિવહન માટે નિ:શુલ્ક પાસ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત થલતેજ-શેલા તથા વાડજ-પલસાણા એમ બે અલગ અલગ રૂટ પર AMTSની નવી બે નવી બસ તથા એક વધારાની બસને લીલીઝંડી આપી હતી.