ઓક્ટોબર 20, 2026 10:27 એ એમ (AM)

printer

ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી હ્યુમન મિલ્ક બેંક શરૂ કરાઇ

ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી જીવન અમૃત હ્યુમન મિલ્ક બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અંદાજે ૩૦ લાખ રૂપિયાના ખર્ચે વિકસાવાયેલી આ મિલ્ક બેંકમાં સ્વસ્થ ધાત્રી માતાઓ પાસેથી સ્વૈચ્છિક રીતે દાનમાં મળતા દૂધને એકત્રિત કરી, જરૂરી તપાસ અને પેશ્ચ્યુરાઇઝેશન બાદ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે. ત્યારબાદ તબીબી જરૂરિયાત મુજબ નવજાત શિશુઓને આ દૂધ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન મોક ટ્રાયલ બાદ હવે કેન્દ્રની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.