ઓક્ટોબર 16, 2026 6:28 પી એમ(PM)

printer

જાપાનમાં આયોજિત પેરા ઍશિયન ગેમ્સમાં કુવૈતનાં ખેલાડી અલરાશીદી અહાદ સામે મહેસાણાનાં ખેલાડી ભાવિના પટેલનો 3-0થી વિજય

મહેસાણાનાં ભારતીય દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલે પાંચમી પેરા એશિયન ગેમ્સમાં કુવૈતનાં ખેલાડી અલરાશીદી અહાદને ત્રણ-શૂન્યથી મ્હાત આપી વિજયી પ્રારંભ કર્યો. જાપાનના નાગોયામાં આયોજિત પેરા ઍશિયન ગેમ્સમાં ભાવિના પટેલ પહેલા રાઉન્ડથી જ આગળ રહ્યાં હતાં. તેમણે કુવૈતનાં ખેલાડીને 11-6, 11-3, 11-6થી હરાવ્યાં છે.

હવે આવતીકાલે ભારતીય ખેલાડી ભાવિના પટેલ જોર્ડનનાં ખેલાડી એલિમાં ફતેન સામે ટકરાશે. ભારતીય સમય મુજબ, આવતીકાલે બપોરે બે વાગ્યેને 40 મિનિટે આ મેચ શરૂ થશે.