ઓક્ટોબર 17, 2026 9:13 એ એમ (AM)

printer

રાજ્યનાં ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ પેરા એશિયન ગેમ્સમાં જોર્ડનના ખેલાડી સામે ટકરાશે

રાજ્યનાં ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ જાપાનના નાગોયા ખાતે પેરા એશિયન ગેમ્સમાં જોર્ડનના ખેલાડી અલિમા ફતેન સામે ટકરાશે. ભારતીય સમય મુજબ આ મેચ આજે બપોરે બે વાગીને 40 મિનિટે શરૂ થશે.

ભાવિનાએ ગઈકાલે રમતોત્સવમાં કુવૈતના ખેલાડી અલરાશીદીને 3-0 થી મ્હાત આપી વિજય પ્રરંભ કર્યો હતો.