ભરૂચમાં વાગરાની સાયખા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં વિસ્ફોટ થતાં પાંચ શ્રમિકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે, દુર્ઘટના સમયે કંપનીમાં અંદાજે 20 શ્રમિક કામ કરી રહ્યા હતા. દરમિયાન વિસ્ફોટના કારણે ઈજાગ્રસ્ત પાંચ જેટલા શ્રમિકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા છે. ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય વિભાગની ટુકડીએ આ દુર્ઘટના અંગે તપાસ હાથ ધરી છે. બીજી તરફ, દુર્ઘટના બાદ તંત્ર દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાની નૉટિસ અપાઈ છે.
Site Admin | ઓક્ટોબર 17, 2026 4:16 પી એમ(PM)
ભરૂચમાં વાગરાની સાયખા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં વિસ્ફોટ થતાં પાંચ શ્રમિકના મોત