સપ્ટેમ્બર 2, 2026 11:08 એ એમ (AM)

printer

અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત

ભારતીય ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન ટી20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

શ્રેયસ ઐયર કપ્તાન, જ્યારે તિલક વર્માને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યા છે. 15 વર્ષીય વૈભવ વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ કરાયો છે. ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનુ ટીમમાં પુનરાગમન થયું છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે શ્રેણીની પહેલી મેચ 13 સપ્ટેમ્બરે રમાશે, ત્યારબાદ બીજી મેચ 15 સપ્ટેમ્બરે રમાશે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. ત્રણેય મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.