ભારતીય એજન્સીઓએ મલેશિયામાં પકડાયેલા બંબીહા ગેંગ સાથે જોડાયેલા ત્રણ ફરાર આરોપીઓને પાછા લાવ્યા છે. ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયામાં માહિતી આપી છે કે જસપ્રીત સિંહ, અજય સિંહ અને પવનદીપ સિંહ નામના લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે અને તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આરોપીઓ ખંડણી, સરહદ પારથી હથિયારો અને માદક પદાર્થ હેરફેર અને લુધિયાણામાં નિષ્ફળ બોમ્બ હુમલા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે.
Site Admin | ઓગસ્ટ 24, 2026 7:54 પી એમ(PM)
બંબીહા ટોળકી સાથે જોડાયેલા ત્રણ ફરાર આરોપીને ભારતીય એજન્સીઓ મલેશિયાથી પરત લાવી.