બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના ૨૧ વર્ષીય આયુષ શેટ્ટીએ પુરુષોના સિંગલ્સના પહેલા રાઉન્ડમાં મોટો ઉલટફેર સર્જતા ચીનના શી યુચીને 21-14, 13-21, 21-19થી હરાવ્યો.
પી.વી. સિંધુ અને મહિલા ડબલ્સની જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પણ મહિલા સિંગલ્સ ના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે
મહિલા ડબલ્સમાં, કવિપ્રિયા સેલ્વમ અને સિમરન સિંઘીની જોડીએ સ્પેનિશ જોડીને 22-20, 21-14થી હરાવી.
આજે સ્પર્ધાના બીજા દિવસે, પુરુષોના સિંગલ્સમાં, લક્ષ્ય સેન પ્રથમ રાઉન્ડમાં ઓસ્ટ્રિયાના કોલિન્સ ફિલિમોન સામે રમશે.મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં ઉન્નતિ
હુડાનો સામનો મ્યાનમારની થેટ હતાર થુઝાર સામે થશે.
ડબલ્સમાં, રોહન કપૂર અને રૂત્વિકા શિવાની ગડ્ડેનો સામનો કેનેડાની જોડી સામે અને આશિષ સૂર્યા અને અમૃતા પ્રમુથેશનો સામનો તુર્કીની જોડી સામે થશે.