આજે જાપાનના નિશિન ખાતે રમાયેલી એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટ ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને જાપાનને 19.5 ઓવરમાં માત્ર 57 રનમાં ઓલઆઉટ કરી દીધું. પ્રથમ બેટિંગ કરતાં જાપાન 57 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી શ્રી ચારાનીએ 10 રનમાં ચાર વિકેટ લીધી અને શેફાલી વર્માએ 13 રનમાં બે વિકેટ લીધી. 58 રનના લક્ષ્યાંકને, ભારતે માત્ર પાંચ ઓવરમાં હાંસલ કર્યો અને 90 બોલ બાકી રહેતા વિજય મેળવ્યો. શેફાલી વર્માએ 15 બોલમાં અણનમ 40 રન બનાવ્યા. આ જીત સાથે ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયું છે, જ્યાં તેનો મુકાબલો રવિવારે બાંગ્લાદેશ સામે થશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2026 7:14 પી એમ(PM)
જાપાનને હરાવી ભારતની મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચી