સપ્ટેમ્બર 10, 2026 7:33 પી એમ(PM)

printer

20મી ઍશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી ભારતીય તરવૈયા ખેલાડીઓની ટીમને અમદાવાદથી વિદાય અપાઈ.

જાપાનમાં આગામી 19 તારીખથી યોજાનારી 20-મી ઍશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી ભારતીય તરવૈયા ખેલાડીઓની ટીમને અમદાવાદથી વિદાય અપાઈ. આ સમારંભ દરમિયાન હેડ કૉચ પ્રદીપ કુમારે કહ્યું, વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રાષ્ટ્રીય તાલીમ શિબિર દરમિયાન ખેલાડીઓએ શારીરિક અને માનસિક રીતે સખત મહેનત કરી છે અને ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને ફાઈનલ્સમાં પહોંચવા તથા દેશ માટે ચંદ્રક જીતવા સંપૂર્ણ સજ્જ છે.

જ્યારે ટીમના સુકાની સાજન પ્રકાશે ઉત્તમ સુવિધાઓ અને સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ આયોજકોનો આભાર માનીને ઍશિયન ગેમ્સમાં દેશનું નામ રોશન કરવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.