સપ્ટેમ્બર 24, 2026 10:27 એ એમ (AM)

printer

એશિયન ગેમ્સમાં વુશુ ખેલાડી રોશીબીના દેવીએ રજત જ્યારે રોવર્સ સતનામ સિંહ અને સલમાન ખાને પુરુષોની ડબલ સ્કલ્સ ઇવેન્ટમાં કાંસ્યચંદ્રક જીત્યા

ભારતીય વુશુ ખેલાડી રોશીબીના દેવી નાઓરેમે જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં મહિલા 60 કિગ્રા સાન્ડા ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો હતો.

રોશીબીના માટે આ ત્રીજો એશિયન ગેમ્સ ચંદ્રક છે, અગાઉ 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં રજત અને 2018 જકાર્તા-પાલેમ્બાંગ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

ભારતીય રોવર્સ સતનામ સિંહ અને સલમાન ખાને પુરુષોની ડબલ સ્કલ્સ ઇવેન્ટમાં કાંસ્યચંદ્રક જીત્યો.

ચીનના યી ઝુડી અને યિદે નીએ સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે ઉઝબેકિસ્તાનના પાવેલ સોરીન અને મેખરોજબેક મામતકુલોવે રજત જીત્યો.