ભારતે જાપાનમાં ચાલી રહેલા એશિયન રમતોત્સવમાં મહિલા ક્રિકેટની સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 114 રનથી હરાવ્યું. શેફાલી વર્માની 49 બોલમાં ફટકારેલી કારકિર્દીની પ્રથમ T20 સદીએ ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો. ભારતે આપેલ 196 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ટીમ માત્ર 81 રન જ બનાવી શક્યતા તેનો પરાજય થયો હતો. દરમિયાન, ઓપનર સ્મૃતિ મંધાના મહિલા T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની છે; તેણે ન્યુઝીલેન્ડની દિગ્ગજ ખેલાડી સુઝી બેટ્સના 4 હજાર 758 રનના વિક્રમને પાછળ છોડી દીધો છે.
ભારત ફાઇનલમાં સુવર્ણ ચંદ્રક જીતવાના ઈરાદા સાથે મંગળવારે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે.
હોકીમાં, જાપાનના કાકામિગાહારા ખાતે રમાયેલી ‘પૂલ A’ મેચમાં ભારતીય પુરુષ ટીમે ઇન્ડોનેશિયા સામે 13-1થી વિજય મેળવીને એશિયન રમતોત્સવમાં પોતાના અભિયાનની શરૂઆત કરી છે. દિલપ્રીત સિંહે ચાર ગોલ કરીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી જ્યારે અન્ય ખેલાડીઓએ એક-એક ગોલ કર્યા હતા. ભારતીય ટીમ હવે મંગળવારે શ્રીલંકા સામે ટકરાશે.
આ અગાઉ, ગિફુ ગ્રીન સ્ટેડિયમ ખાતે રમાયેલી ‘પૂલ B’ની શરૂઆતની મેચમાં ભારતીય મહિલા ટીમે ઉઝબેકિસ્તાન સામે 19-0થી શાનદાર જીત મેળવી.