જાપાનના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં આજે 20મી એશિયન ગેમ્સનો રીતે પ્રારંભ થયો. સમ્રાટ નારુહિતોએ ગેમ્સની શરૂઆતની જાહેરાત કરી. આ સમારોહમાં જાપાની શાહી પરિવાર, ગેમ્સ અધિકારીઓ અને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમાદ અલ થાની હાજર રહ્યા હતા.
રમતવીરોની પરેડ દરમિયાન ભારતની 501 સભ્યોની ટુકડીનું નેતૃત્વ બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને કબડ્ડી ખેલાડી પવન સેહરાવતે કર્યું હતું.