સપ્ટેમ્બર 18, 2026 9:23 એ એમ (AM)

printer

સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠ રશિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે

સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠે રશિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન રશિયન ભૂમિ દળોના મુખ્યાલયની મુલાકાત લીધી હતી.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રમુખ મોસ્કોમાં રાષ્ટ્રીય સંરક્ષણ નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લેશે અને રશિયન સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરશે.

 આ વાતચીત લશ્કરી સહયોગને વધુ ગાઢ બનાવવા અને તાલીમ સંબંધોને વિકસાવવા અને બંને સૈન્ય વચ્ચે ક્ષમતા વિકાસને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે.

જનરલ ધીરજ સેઠને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. બાદમાં, તેમણે મોસ્કોમાં સૈનિક સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.