ઓક્ટોબર 15, 2026 5:59 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે રાજ્યના પ્રવાસે – અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ, તેઓ સૌપ્રથમ સવારે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ ખાતે ગચ્છાધિપતિ પરમપૂજ્ય નરરત્ન સૂરિશ્વરજી મહારાજના દર્શન કરશે. ત્યારબાદ બપોરે શ્રી શાહ પાલડીમાં શ્રી વિશ્વ જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ પરમપૂજ્ય ઉદયપ્રભ સૂરિશ્વરજી મહારાજના દર્શન કરશે. સાંજે તેઓ ગાંધીનગરમાં રૂપાલમાં શક્તિપીઠ શ્રી વરદાયિની માતાજી મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કરશે. તેમજ ભગવાન શિવજીની 81 ફૂટ ઉંચી પ્રતિમાનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ શ્રી શાહ માણસામાં બહુચર માતા મંદિરમાં માતાજીની આરતીમાં સહભાગી થશે. રાત્રે તેઓ કોલવાડામાં શ્રી રામજી મંદિરમાં નવરાત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત રાસગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.