ઓક્ટોબર 16, 2026 6:43 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે – અમદાવાદમાં પ્રેરણાતીર્થ દેરાસર અને પાલડીમાં શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારના પ્રેરણાતીર્થ દેરાસર ખાતે ગચ્છાધિપતિ પરમપૂજ્ય નરરત્ન સૂરિશ્વરજી મહારાજ સાહેબના દર્શન કર્યા. ત્યારબાદ તેમણે પાલડીમાં શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ પરમપૂજ્ય ઉદયપ્રભ સૂરિશ્વરજી મહારાજ સાહેબના દર્શન કર્યા. હવે શ્રી શાહ ગાંધીનગરના રૂપાલમાં શ્રી વરદાયિની માતા મંદિરમાં દર્શન-પૂજન કરશે. તેમજ ભગવાન શિવજીની 81 ફૂટ ઉંચી પ્રતિમાનું ખાતમુહૂર્ત કરશે.

ત્યારબાદ તેઓ માણસા ખાતે બહુચર માતાજીનાં મંદિરમાં આરતીમાં સહભાગી થશે. છેવટે શ્રી શાહ કોલવડામાં શ્રી રામજી મંદિર ખાતે નવરાત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.