હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આજે બેંગલુરુમાં ભારતીય વાયુસેનાને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, તેજસ ફાઇનલ ઓપરેશનલ ક્લિયરન્સ ટ્વીન સીટર ટ્રેનર્સ અને HTT 40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ સોંપશે. તે જાહેર ક્ષેત્રની કંપની પવન હંસ લિમિટેડને ધ્રુવ નેક્સ્ટ જનરેશન હેલિકોપ્ટર પણ સોંપશે.
આ સમારોહમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ હાજરી આપશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મનો સમાવેશ સ્વદેશી ક્ષમતાઓને મજબૂત કરવા અને વિદેશી સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે.