ઓગસ્ટ 25, 2026 11:26 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા પડકારોનો સામનો કરવા AI નો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરી અટકાવવા માટે તમામ એજન્સીઓને મજબૂત પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. નવી દિલ્હીમાં 9મી રાષ્ટ્રીય સુરક્ષાવ્યૂહરચના પરિષદનું ઉદ્ઘાટન કરતા, શ્રી શાહે નિર્દેશ આપ્યો કે મલ્ટી-એજન્સી સેન્ટર (MAC) પ્લેટફોર્મ પર ઉપલબ્ધ માહિતીના AI-આધારિત વિશ્લેષણનો ઉપયોગ વિવિધ રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો સામનોકરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ઘડવા માટે થવો જોઈએ.

આતંકવાદ અને કટ્ટરપંથીકરણનો અસરકારક રીતે સામનોકરવા માટે, શ્રી શાહે ગૃહ મંત્રાલયની પ્રહાર યોજનાના અમલીકરણ માટે તાલીમ, ભાગેડુઓને પાછા લાવીને ટ્રાયલ ઝડપીબનાવવા અને ગેરહાજરીમાં ટ્રાયલની જોગવાઈઓનો ઉપયોગ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ(નિવારણ) અધિનિયમ (UAPA) કેસોની તપાસ કરતી વખતે વ્યાપક અને સંકલિત અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. 

આજે પરિષદના બીજા દિવસે વિવિધ વિષયો પર વધુ ચર્ચા હાથ ધરાશે