ઓક્ટોબર 11, 2026 3:18 પી એમ(PM)

printer

નવરાત્રિના પહેલા દિવસે આજે શક્તિપીઠ અંબાજીના મોહનથાળ પ્રસાદને આજે ભૌગોલિક સંકેત – G.I. ટેગ અપાયું

નવરાત્રિના પહેલા દિવસે આજે શક્તિપીઠ અંબાજીના મોહનથાળ પ્રસાદને આજે ભૌગોલિક સંકેત – G.I. ટેગ અપાયું. ભારત સરકારના અધિકારીઓએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલને G.I. પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. આ ટેગથી માઁ અંબાની પૂજા અને ગુજરાતી સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા પરંપરાગત પ્રસાદને સત્તાવાર માન્યતા મળી છે.