નાણા મંત્રાલયે જાહેરાત કરી છે કે ગ્રાહકોની સુવિધા માટે આવતીકાલે તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણય યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આ મહિનાની 28 થી 30 તારીખ સુધી દેશવ્યાપી બેંક હડતાળને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંકે રવિવારે તમામ બેંક શાખાઓ, કચેરીઓ, ATM-લિંક શાખાઓ અને કરન્સી ચેસ્ટને સંપૂર્ણપણે કાર્યરત રહેવાની મંજૂરી આપી છે. દરમિયાન, ઘણી જાહેર ક્ષેત્રની બેંકોએ ત્રણ દિવસની બેંક હડતાળ દરમિયાન મફત માસિક મર્યાદાથી વધુ ATM વ્યવહાર શુલ્ક માફ કરવાનો નિર્ણય લીધો છે.