એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે ગઈકાલે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચી છે. એથ્લેટિક્સમાં, ભારતે પુરુષોના ભાલા ફેંકમાં યશવીર સિંહે રજત અને રોહિત યાદવે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
ભારતના શ્રીશંકર મુરલીએ પુરુષોની લાંબી કૂદમાં રજત ચંદ્રક, જયારે એથ્લીટ ગુલવીર સિંહે બીજો રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે, શૂટિંગમાં, એશા સિંહે મહિલાઓની 25-મીટર પિસ્તોલ વ્યક્તિગત ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો છે. પારુલ ચૌધરીએ ગેમ્સમાં પોતાનો બીજો કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
એથ્લીટ વિથ્યા રામરાજે મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં કાંસ્ય ચંદ્રક જીતી એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. ભારતે કુરાશમાં પણ કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. બોક્સિંગમાં, ભારતે વધુ ત્રણ મેડલ નિશ્ચિત કર્યા છે, જેમાં લવલીના બોર્ગોહેન, પ્રિયા ઘંઘાસ અને કપિલ પોખારિયા પોતપોતાના વજન વર્ગમાં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
ભારત હાલમાં એશિયન ગેમ્સના મેડલ સ્ટેન્ડિંગમાં 12મા ક્રમે છે, જેમાં ચાર સુવર્ણ, 20 રજત અને 21 કાંસ્ય સહિત કુલ 45 ચંદ્રકો જીત્યા છે.