સપ્ટેમ્બર 9, 2026 12:29 પી એમ(PM)

printer

અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ પેરા તીરંદાજી સ્પર્ધામાં ભારતીય પેરા તીરંદાજો આજે સુવર્ણ ચંદ્રક જીતવાના જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે

ગુજરાતના અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ પેરા તીરંદાજી સ્પર્ધામાં  ભારતીય પેરા તીરંદાજો આજે વિવિધ ઇવેન્ટ્સમાં  સુવર્ણ  અને  કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઊતરશે.

ફાઇનલમાં પેરા રિકર્વ મિક્સ્ડ ટીમમાં, ભારતની ભાવના અને હરવિંદર સિંહ ચીનની લિયાંગ કિયુરોંગ અને ઝિયા લેઇ સામે ટકરાશે. ભારતની શીતલ દેવી પેરા કમ્પાઉન્ડ મહિલા વ્યક્તિગત શ્રેણીની ફાઇનલમાં કઝાકિસ્તાનની એઝાદા સીદાન સામે  રમશે. 

શીતલ દેવી પેરા કમ્પાઉન્ડ મિશ્ર ટીમમાં કાંસ્ય ચંદ્રક  મેચમાં પણ ભાગ લેશે. તો  પેરા રિકર્વ મહિલા  કાંસ્ય ચંદ્રક મેચમાં, રાજશ્રી રાઠોડ દેશબંધુ ભાવના સામે ટકરાશે.