ઓક્ટોબર 5, 2026 9:05 એ એમ (AM)

printer

અમદાવાદમાંથી બાળ તસ્કરીના કૌભાંડમાં એક યુવતી સહિત ત્રણની ધરપકડ કરાઇ

અમદાવાદમાંથી બાળ તસ્કરીના કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે.. સાબરમતી વિસ્તારમાંથી એક માસના બાળકનું અપહરણ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે ગણતરીના કલાકોમાં બાળકને ઉગારીને તેના પરિવારજનોને સોંપ્યુ હતુ. આ કૌભઆંડમાં એક યુવતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.. આરોપીઓ બાળકોનું અપહરણ કરીને નિઃસંતાન દંપતીઓને વેચવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા.. આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.