ઓગસ્ટ 31, 2026 9:09 એ એમ (AM)

printer

અમદાવાદ પોલીસના સમર્પણ અભિયાન હેઠળ નાગરિકોએ 263 હથિયારો સ્વયંભૂ રીતે જમા કરાવ્યાં

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે લોકો હથિયારો રાખતા હોય તેને સ્વેચ્છાએ હથિયાર જમા કરાવી અને કાયદાકીય કાર્યવાહીથી બચી શકે તેના માટે સેવાથી સમર્પણ અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારના 22 જેટલા પોલીસ સ્ટેશનમાંથી સ્વેચ્છાએ 263 જેટલા હથિયારો જમા કર્યા છે.

શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાઓને બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા સમર્પણથી સુરક્ષા નામથી બે દિવસ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.

અમદાવાદ શહેર પોલીસ, ખાસ કરીને સેક્ટર-2 પોલીસ દ્વારા એક નવી ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. ‘સમર્પણથી સુરક્ષા’ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના સેક્ટર-2 વિસ્તારમાં આવેલા એવા પોલીસ સ્ટેશનના વિસ્તારો અને પોકેટ્સને ઓળખવામાં આવ્યા છે, જ્યાં ભૂતકાળમાં આવા હથિયારોના ઉપયોગથી ગુનાઓ બન્યા છે અથવા આવા ગુનાઓ બનવાની સંભાવના છે.

આપને જણાવતાં આનંદ થાય છે કે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરના સેક્ટર-2ના 22 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 263 જેટલા ધારદાર હથિયારો પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે અને કબજે લેવામાં આવ્યા છે.