ઓક્ટોબર 30, 2026 8:03 પી એમ(PM)

printer

અમદાવાદમાં આયોજિત રાષ્ટ્રમંડળ કબડ્ડી સ્પર્ધામાં મહિલાઓની સેમિફાઈનલ મેચમાં યુગાન્ડાએ કેન્યાને હરાવ્યું

અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે આયોજિત રાષ્ટ્રમંડળ કબડ્ડી સ્પર્ધામાં આજે પુરુષોની સેમિફાઈનલમાં બે મેચ રમાશે. રાત્રે આઠ વાગ્યે ભારત અને બાંગ્લાદેશ તથા નવ વાગ્યે કેન્યા અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે. પૉઈન્ટ ટેબલમાં હાલ ભારત પહેલા અને શ્રીલંકા બીજા સ્થાન પર છે.

હાલમાં મળતા અહેવાલ મુજબ, અત્યારે રમાયેલી મહિલાઓના સેમિફાઈનલના મુકાબલામાં યુગાન્ડાએ કેન્યાને હરાવ્યું. જ્યારે બીજો મુકાબલો ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહ્યો છે.