દમામથી દિલ્હી જઇ રહેલી ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર બોમ્બ અંગેનું લખાણ મળ્યા બાદ પોલીસે તપાસ કરીને અજાણ્યા ઇસમ સામે ભય ફેલાવવા અંગેનો અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
અમદાવાદ એરપોર્ટ પર ગઇકાલે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દમામથી દિલ્હી જઈ રહી હતી.આ દરમિયાન બપોરે ફ્લાઇટના ક્રૂને એક ટિસ્યુ પેપર પર BOMB DEAD 4:30 લખેલું મળ્યું હતું
જે બાદ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.ફલાઇટમાં સવાર 32 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બરને ઉતારી લેવામાં આવ્યા હતા. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવતા ફ્લાઇટમાંથી કઈ મળી આવ્યું નહોતું.
તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના હેન્ડ હસ્તાક્ષરના નમૂના લેવામાં આવ્યા છે.આ તમામ સેમ્પલ સાથે લખાણ મેચિંગ કરવામાં આવશે.
ફલાઇટમાં ચેકીંગ પૂરું થતા તમામ પેસેન્જરને ફલાઇટમાં દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરાઇ હતી હોવાનું એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એડી ચાવડાએ જણાવ્યુ હતું.