હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર 9 થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હવે નવેસરથી ગુજરાત વિધાનસભાના સત્રનું આહ્વાન કર્યુ હતું.
ત્રણ દિવસના આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે.
સત્રની તારીખોમાં થયેલ ફેરફારના કારણે હવે તારાંકિત પ્રશ્નોત્તરી 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાથ ધરવાનો અધ્યક્ષ શંકર ચૌધરીએ નિર્ણય કર્યો છે.