ઓક્ટોબર 25, 2026 4:47 પી એમ(PM)

printer

ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 150થી વધુ યુવા પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો

ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આજે રાષ્ટ્રીય ‘વંદે માતરમ શિબિર‘ અંતર્ગત એક ખાસ સંવાદ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિવિધ રાજ્યોમાંથી આવેલા 150થી વધુ ઉત્સાહી યુવા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવા પેઢીની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે, તેથી યુવાનોએ જાતિવાદ, ભાષાવાદ અને ક્ષેત્રવાદથી ઉપર ઊઠીને પોતાના નાગરિક કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ

આ રાષ્ટ્રીય શિબિરમાં કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, બિહાર, ઓડિશા તેમજ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના 150થી વધુ યુવા પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.