ઓક્ટોબર 20, 2026 3:08 પી એમ(PM)

printer

રાજ્યમાં ગઇકાલ રાત્રિથી આજે વહેલી સવારે સર્જાયેલા અલગ અલગ અકસ્માતમાં પાંચના મોત

ગઇકાલ રાત્રિથી આજે વહેલી સવારે સર્જાયેલા અલગ અલગ અકસ્માતમાં પાંચના મોત થયા હોવાના અહેવાલ છે. 

ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન પાસે પૂર ઝડપે જઈ  રહેલી કાર ઝાડ સાથે અથડાતા  થયેલા અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા જ્યારે અન્ય બે લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. અડાલજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેમ્પો અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વડોદરાના PSI સહિત 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અમારા ભરૂચના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આગળ ચાલતા ટેમ્પામાં પાછળથી કાર ભટકાઈ હતી અને કાર પાછળથી અન્ય વાહનની પણ ટક્કર લાગતા કાર પલટી ગઈ હતી.