આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિવિધ રમતના 17 ઉભરતા
અને પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરાશે.
આ પ્રસંગે રમતોમાં વિશેષ યોગદાન આપનાર બે દિગ્ગજોને ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત થશે.ઉલ્લેખનીય છે કે હોકીના દિગ્ગજ મેજર
ધ્યાનચંદના જન્મદિનના સન્માનમાં દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે.