નવેમ્બર 11, 2026 7:12 પી એમ(PM)

printer

10મા ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025-26’ પુરસ્કારો એનાયત-‘સ્વચ્છ શહેર જોડી’ પહેલ હેઠળ, અમદાવાદ અને સાણંદ પ્રથમ ક્રમે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 10મા ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025-26’ પુરસ્કારો એનાયત કર્યા, જેમાં શહેરોને તેમના સ્વચ્છતાના પ્રયાસો માટે સન્માનિત કરવામાં આવ્યા. ‘સ્વચ્છ શહેર જોડી’ પહેલ હેઠળ, અમદાવાદને ‘મેન્ટર સિટી’ તરીકે પ્રથમ ક્રમ આપવામાં આવ્યો, અને સાણંદને તેના ‘મેન્ટી સિટી’ તરીકે પસંદ કરવામાં આવ્યું. તો, ‘સ્વચ્છ શહેર લીગ’ હેઠળ શહેરી સ્વચ્છતામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સુરતે બીજું સ્થાન મેળવ્યું છે.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સ્વચ્છતાનું લક્ષ્ય ફક્ત કોઈ એક સંસ્થાના પ્રયાસોથી પ્રાપ્ત કરી શકાતું નથી અને તેમાં દરેક નાગરિક, દરેક ઘર, દરેક સમુદાય અને દરેક શહેરની ભાગીદારી આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે, સ્વચ્છતા એ ફક્ત જાહેર સ્થળોના દેખાવને જાળવવાની બાબત નથી પરંતુ તે નાગરિકોના સ્વાસ્થ્ય, સામાજિક સંવેદનશીલતા અને વહીવટી જવાબદારીને પ્રતિબિંબિત કરે છે.