વડોદરામાં આવતીકાલથી ભારતીય વાયુસેનાની સારંગ ટીમ દ્વારા એર શો યોજાશે. 15 નવેમ્બર સુધી યોજાનાર આ એર શોમાં સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ હવાઈ કરતબ બતાવશે. 11 સ્ક્વૉડ્રનની 75 વર્ષની ગૌરવશાળી ઉજવણી નિમિત્તે યોજાનાર આ એર શોમાં સ્વદેશી ALH ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા આકાશમાં વિવિધ આકર્ષક આકૃતિઓ રચાશે.
હેલિકોપ્ટરની હાઈસ્પીડ અને ક્લોઝ ફોર્મેશન ઉડાન મુખ્ય આકર્ષણ બનશે. દરમિયાન ભારતીય વાયુસેનાની ક્ષમતા અને સ્વદેશી એરોસ્પેસ ટેક્નોલોજીનું પણ પ્રદર્શન થશે. શાળાના વિદ્યાર્થીઓ અને યુવાનોને પણ એર શો નિહાળવાની તક મળશે.