નવેમ્બર 22, 2024 2:25 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત

printer

સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદનાં સીલ કરવામાં આવેલા વિસ્તાર ‘વઝુખાના’નો એએસઆઇ સર્વે કરાવવા હિન્દુ પક્ષકારોએ કરેલી અરજીને પગલે જ્ઞાનવાપી મસ્જિદ સમિતીનો પ્રતિસાદ માંગ્યો

સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદનાં સીલ કરવામાં આવેલા વિસ્તાર ‘વઝુખાના’નો એએસઆઇ સર્વે કરાવવા હિન્દુ પક્ષકારોએ કરેલી અરજીને પગલે જ્ઞાનવાપી મસ્જિદ સમિતીનો પ્રતિસાદ માંગ્યો છે. આ વિસ્તારમાં શિવલિંગ મળી આવ્યું હોવાનો હિન્દુઓનો દાવો છે.
2023માં સર્વોચ્ચ અદાલતે વઝુખાના સિવાયના વિસ્તારોમાં તોડફોડ વિના મસ્જિદનો એએસઆઇ સર્વૈ કરવાની મંજૂરી આપી હતી.