ઓક્ટોબર 6, 2026 11:30 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લાય દુબઈ ફ્લાઇટમાં ઓમાની કો-પાયલોટ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ
ફ્લાઇટમાં ઓમાની કો-પાયલોટ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરિસરમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા આ વાત કહી હતી.ગયા મહિનાની 30મી તારીખે ફ્લાયદુબઈ ફ્લાઇટ ઉડાન દરમિયાન હાઇજેક અને ક્રેશના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા બાદ આ ટિપ્પણી કરવામાં આવી હતી,

જ્યારે ઓમાની કો-પાયલોટ હમામ અલ-હમ્મામીએ કોકપીટની અંદર ભારતીય કેપ્ટન સ્મિત માચ્છર પર હુમલો કર્યો હતો.

કેપ્ટન માચ્છર ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ થયા પછી આ હુમલો નિષ્ફળ બનાવવામાં
આવ્યો હતો.

આ ઘટનાએ માચ્છરના કાર્યો તરફ ધ્યાન દોર્યું છે, જેમને ઇઝરાયલી
રાષ્ટ્રપ્રમુખ  બેન્જામિન નેતન્યાહૂએ ઇઝરાયલ, ભારત અને વિશ્વના હીરો તરીકે પ્રશંસા કરી હતી.