ઓગસ્ટ 1, 2025 8:45 એ એમ (AM)

printer

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું – આજે કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી.

હવામાન વિભાગે આગામી સાત ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે ઉત્તર, દક્ષિણ મધ્ય અને પશ્ચિમ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને ચોથી ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે.
બીજી તરફ, રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં માત્ર 34 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ અડધા ઈંચ જેટલો વરસાદ નવસારીના ખેરગામ તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા સુધી નોંધાયો છે.