ભાવનગરમાં નકલી દારૂકાંડના મુખ્ય સૂત્રધાર ઉમેદસિંહની ઉત્તર પ્રદેશના આગ્રાથી ધરપકડ કરાઈ છે. SMC ની ટીમ દ્વારા તેને ભાવનગર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભાવનગરમાં સપ્લાય કરવામાં આવેલો ઝેરી મિથેનોલ કેમિકલનો જથ્થો આગ્રાથી આ ઉમેદસિંહ દ્વારા જ મોકલવામાં આવ્યો હતો. આરોપી ઉમેદસિંહની ધરપકડ બાદ પોલીસ રિમાન્ડ દરમિયાન આ લઠ્ઠાકાંડમાં જોડાણ ધરાવતા અન્ય આરોપીઓ અને નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ અગાઉ નકલી દારૂકાંડના 14 આરોપીઓને રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. તમામ 14 આરોપીને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.
SMCએ મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને ઉજ્જૈનથી ઝડપાયેલા રઈશ અંસારી સહિત અત્યાર સુધીમાં 37 આરોપીની ધરપકડ કરી છે.