નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતના યજમાન પદે ગઈકાલે બ્રિક્સ
સંમેલન શરૂ થયું હતું. બધા બ્રિક્સ દેશોના સમર્થન બાદ ગઈકાલે નવી દિલ્હી ઘોષણાપત્ર 2026 જારી કરવામાં આવ્યું હતું.
બ્રિક્સ દેશોએ આંતરરાષ્ટ્રીય વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે પરસ્પર સંવાદ, પરામર્શ અને રાજદ્વારી પ્રયાસો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
તેમણે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર પણ ચિંતા વ્યક્ત કરી .તેમણે ગયા વર્ષે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની પણ સખત નિંદા કરી અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.
ભારત ચોથી વખત આ સમિટનું આયોજન કરી રહ્યું છે.દરમિયાન બ્રિક્સ સમિટનો આજે બીજો અને અંતિમ દિવસ છે.એક