ઓક્ટોબર 17, 2024 7:09 પી એમ(PM) | ટ્રેન

printer

ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમય મર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી

ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમય મર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે, નવો નિયમ 1 નવેમ્બરથી અમલી બનશે. જોકે, 31 ઓક્ટોબર સુધી કરવામાં આવેલાં તમામ બુકિંગ યથાવત રહેશે. મંત્રાલયે જણાવ્યું છે કે, વિદેશી પર્યટકો માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.