જાન્યુઆરી 14, 2026 9:22 એ એમ (AM)

printer

એ કાઇપો છે, ની ગગનભેદી ગુંજ સાથે સમગ્ર રાજ્યમાં પતંગોત્સવની વહેલી સવારથી જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી

આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે થઇ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં પતંગ રસિયાઓ વહેલી સવારથી જ અગાસી અને ધાબા ઉપર જોવા મળ્યા હતા અને એ કાઇપો છેની ગુંજ સાથે આકાશ ગજવીરહ્યાં છે. જ્યારે રંગબેરંગી અને અનવની ડિઝાઇન સાથેની પતંગોથી આસમાન મેઘધનુષી રંગનું બની ગયું છે.આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ હોવાને કારણે મેચ જોતા જોતા પતંગો ચગાવવાના પણ આયોજન થઇ ગયા છે.જ્યારે આજે પરિવાર સાથે પતંગ રસિયાઓ અગાસી અને ધાબા ઉપર જ ઉધિયા જલેબી, તલસિંગદાણાની ચીકી, બોર, શેરડી અને ની જયાફત માણશે.