સપ્ટેમ્બર 12, 2026 11:36 એ એમ (AM)

printer

પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમાની રાજ્યપાલ સાથેની મુલાકાતમાં પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, જળ વ્યવસ્થાપન અને નશા મુક્તિ સહિતના વિષયો પર ચર્ચા

આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના અધ્યક્ષ પ્રિન્સ રહીમ આગા ખાન પંચમે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી.

બંને નેતાઓએ પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, જળ વ્યવસ્થાપન અને નશા મુક્તિ સહિતના વિષયો પર ચર્ચા કરી.

બેઠક દરમિયાન પ્રિન્સ રહીમ આગા ખાને રાજ્યમાં જળ સંચય, ભાગીદારી સિંચાઈ વ્યવસ્થાપન અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક દ્વારા કરાતી કામગીરીની માહિતી આપી હતી.

તેમણે જણાવ્યુ કે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક વર્ષ 1905થી ગુજરાતના
કચ્છ-મુન્દ્રામાં  શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કામગીરી કરી રહી છે. 

ચર્ચા દરમિયાન રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી સહિતના ગ્રામીણ કલ્યાણ કાર્યક્રમો અંગે પ્રકાશ પાડ્યો હતો.