જુનિયર એશિયા મહિલા હોકી કપની પહેલી સેમિફાઇનલમાં આજે ભારત દક્ષિણ કોરિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9.45 વાગ્યે ચીનના મોકીમાં રમાશે.
ક્વાર્ટર ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને રેકોર્ડ 19-0થી હરાવ્યું. ભારત 10 પોઈન્ટ સાથે પૂલ Aમાં ટોચ પર છે. યજમાન ચીન બીજી સેમિફાઇનલમાં જાપાન સામે ટકરાશે.
દરમિયાન ગઈકાલે ભારતીય પુરુષ ટીમે મલેશિયાને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અનમોલ એક્કાએ બે ગોલ અને સુખવિંદરે એક ગોલ કર્યો હતો.