વડોદરાના યુવા સ્વિમર માધવ દાઉદીયાએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભુવનેશ્વર ખાતે યોજાયેલી 52મી જુનિયર નેશનલ એક્વાટિક્સ ચેમ્પિયનશિપમાં માધવે 100 મીટર ફ્રીસ્ટાઇલમાં 54.42 સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન મેળવીને કાંસ્ય સફળતા હાંસલ કરી. રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી આ સિદ્ધિ તેની સફળ સ્વિમિંગ કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરે છે.
આજ સ્પર્ધામાં ભવ્ય મહેતાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે 50 મીટર ફ્રીસ્ટાઇલમાં પાંચમું સ્થાન અને 100 મીટર બેકસ્ટ્રોકમાં 8મું સ્થાન હાંસલ કર્યું હતું.