ઓગસ્ટ 3, 2026 10:34 એ એમ (AM)

printer

બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી

બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી યોજાશે. ગયા મહિનાની 30મી તારીખે બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન થયું હતું. મતગણતરી માટેની માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી સવારે 8:00 વાગ્યે શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ સવારે 8:30 વાગ્યે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં મતગણતરી સરળ રીતે થાય તે માટે ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.